14 February, 2010

why do i like life skill programme?

રીફ્લેક્શન કરતા કરતા ધ્યાન માં આવ્યું કે લાઈફ સ્કીલ એવો પ્રોગ્રામ છે જે લક્ષ્ય સુંધી પહોંચવા નો રસ્તો કે રીત નથી બતાવતો પણ વ્યક્તિ ને જાતે જ રસ્તો શોધી લેવા તથા જાતે પ્રયત્ન કરી લક્ષ્ય સુંધી પહોંચી જવા માટે સક્ષમ બનાવે છે.લક્ષ્ય સુંધી પહોંચવા માં જે જે મુશ્કેલીઓ આવે તેનો સામનો કેવી રીતે કરવો તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે શીખવે છે માટે દુનિયા ના કોઈ પણ ખુણા માં આપણે હોઈએ કોઈ પણ કામ કરતા હોઈએ લાઈફ સ્કિલ્સ મદદરૂપ નીવડે જ છે.

આ પ્રોગ્રામ માં "કમ્પલ્સરી" એવો કોઈ શબ્દ જ નથી. તમે તમારી અનુકુળતા મુજબ ઈચ્છા મુજબ પૂરે પૂરી સ્વતંત્રતા થી તેને શીખી અને શીખવી શકો છો . તેમાં તમારા પોતાના નવીન પ્રયોગો કરવાની પણ છુટ્ટી છે.અને માટે દર વખતે એક જ ગેમ શીખવતી વખતે કઈ નવો જ અનુભવ થાય છે. એક ની એક જ ગેમ માંથી દર વખતે નવું શીખવા મળે છે.

1 comments:

MANAN said...

life skills programme is like a "BHAGWADGITA" to our Gujarat, specially for primary, U KNOW?