12 May, 2012

Vaavar.....Magic spread in Vavar ,,, by education through drama

Vaavar






Magic of education through drama       
વાવર ......વલસાડ ના કપરાળા તાલુકા નું એક નાનકડું ખોબા જેવડું ગામ ......નામ જ પહેલી વાર  જાણ્યું .ત્યાં જવાનું હતું અને બાળકો સાથે કામ કરવાનું હતું......માહિતી એવી હતી કે  બાળકો લખવાની આળસ  કરશે,
રજા ના દીવસો છે ,સંખ્યા નક્કી નથી, પણ તેમને મજા પણ આવે  અને  શીખવા પણ મળે એવું કૈંક કરવાનું છે........કોઈ જ વધુ માહિતી ન હોતી ...માટે  ત્યાં જઈ ને જ શું કામ કરવું તેવું નક્કી કર્યું.   રાત્રે 12 વાગે વલસાડ ના કોઈ તાલુકા પ્લેસ પર આર્ચ નામની સંસ્થા રાત નું ટ્રેકિંગ કરતા પહોંચ્યા .....અમારી ટીમ માં અમે ત્રણ ફ્રેન્ડસ આને એક નાનકડી ઈવા નામની છોકરી હતી।....આકાશ દર્શન કરતા કરતા રસ્તો જ ભૂલી ગયા ....રસ્તા માં  છકડા વાળા ભાઈ મળ્યા રાત્રે એક વાગે ત્રણ છોકરીઓ ને ફરતા જોઈ બિચારા ગભરાઈ ગયા પણ  મને તો ઘણી  મજા આવી ...છેવટે અમને રસ્તો મળ્યો 
ગેસ્ટ હાઉસ માં રાત  રહી સવારે સુથારપાડા નામ ના ગામ માં પહોંચ્યા ...ત્યાં થી પણ 5 કી।મી દુર વાવર .....બાપ રે।......હું તો વિચારતી જ રહી ગઈ।.....ત્યાની ભાષા  સાંભળી મારા તો હોંશ જ ઉડી ગયા ....ની ગુજરાતી ની હિન્દી  ની મરાથી ....થોડો અજંપો થયો ...આ બાળકો ને મારી ભાષા સમજાશે કે કેમ ??????
કઈ નઈ ....પડશે એવા દેવાશે   .....ચાલો જઈએ  તો ખરા ........અંતે વાવર પહોંચ્યા .......ત્રણ ચાર  છોકરીઓ  એ દોડી ને આવી ને માં ને પૂછ્યું ..."તારું નામ નીમા  કે ...."   આવો તું કરો સાંભળી ને મને નવાઈ  પણ લાગી  અને મીઠો આવકાર પણ મળ્યો।..ચા પાણી કરી  બાળકો જોડે ગઈ  ....વાત  કરી........બે  ત્રણ પ્રવૃત્તિ કરાવી .....ખ્યાલ આવ્યો કે બાળકો કૈંક  
વધારે જ ચંચલ છે।....
આખો દિવસ  કામ લેવું અને  લાગણી ઓ  શીખવવી અઘરી તો છે જ......પણ  વિચારેલો વિષય બદલવા ની ઈચ્છા પણ ના થઇ   ........ધીમે ધીમે બાળકો નો મૂળ જોઈ  ને લાગણી વિષય વિષે થોડી ચર્ચા કરી મોટા ભાગે તો  રમત જ કરી  ઘણાય।......કઈ બહું સંતોષકારક કામ ના થયું હોયઃ એમ લાગ્યું ....સાંજે વાવર ના સન સેટ પોઈન્ટ પર ગયા ....બાળકો સાથે જ  ......ખુબ મજા કરી।...ને એક છોકરી મને કેવા આવી।....."નીમા  કાલે અમાંરે ત્યાં લગ્ન છે ની તો પણ હું આવવાની હો કે ..."    અપડે તો આ સાંભળી ને જ ખુશ  થઇ ગયા ...મેં એમને લાગણી ઓ ના નામ લખી લાવવા  કહ્યું  હતું  ......મારી ફ્રેન્ડ જ ત્યાં કામ કરે છે  છેલ્લા એક વર્ષથી તેનો અનુભવ કહેતો હતો  કે .....આ લખવાનું કામ એ ની કરી લાવે .....મેં  કહ્યું ફરજીયાત નથી  લાવે તો ઠીક   ...........અમારા  આશ્ચર્ય વચ્ચે 10  બાળકો આ કામ કરી લાવ્યા  એક છોકરો જ  આવી  શકે  એમ નહોતો  તેને પણ લખી ને મોકલાવ્યું।........બસ  પછી તો  અમે લખેલા નામ પર ચર્ચા  કરી ....કે શરમ ક્યારે આવે ,,,એક બલકે કહે  જયારે  શિક્ષક બધા વચ્ચે ઉભા કરી ને ખખડાવે .....કંટાળો ક્યારે આવે ?  જયારે   લખવાનું કહેવઈ માં આવે  ....આવું આવું  કઈ ઘણું ચર્ચ્યું ....ને  અચાનક  આંઠ વર્ષ ની ઈવા ઉભી થઇ ને  પુછે  છે  કે આશ્ચર્ય એટલે   શું????????  વાહ આવો પ્રશ્ન સાંભળી।...મને તો મારા કામ પર  ગર્વ થયો।......ત્યાં ના લોકો ના મંતવ્ય મુજબ  આ બાળકો જ દસ મિનીટ બેસી ને સાંભળવા ની ટેવ નથી ધરાવતા તેઓ  એ 15 મિનીટ ચર્ચા કરી અને 20 મિનીટ મારી વાર્તા  એકી ટશે સાંભળી ...ગઈ કાલ ની અઘરી રમતો આજે ખુબ સારા રીતે રમ્યા।.....માસ્ક બનાવ્યા .......તેમના રોજ બરોજ ના અનુભવો કેહવા લાગ્યા   .......ટીમ માં કામ કરી સ્ટેચ્યુ  બનાવ્યા .....મંદિર નું દશ્ય બનાવવા કઈ કઈ ઊંડા વિચાર કર્યા અને પછી એનું જોઈન્ટ સ્ટેચ્યુ બનાવ્યું।......
અખ્હા દિવસ પછી તો અમે પાંચ મોટા ચર્ચા કરવા બેઠા ....બાળકો માં બે જ દિવસ માં શું પરિવર્તન આવ્યું .....અમે પણ અમારું એક કલાક નું માંનોમંથન કર્યું।......
આ આખા અનુભવ પર થી લાગ્યું કે દુનિયા ના કોઈ પણ છેડે જાઓ બાળકો તો એક સરખો પ્રેમ કરવા વાળા ને 
નિસ્વાર્થ જ મળવાના.....હમેંશ  કઈ  શીખવાનો સ્વભાવ  વાળા જ હોવા ના ..હા શરત એટલી કે તમે એમના મૂળ અને ઈચ્છા ને સમજો અને એ મુજબ કામ લો  ....આ બધા માં ભાષા કે સ્થળ કઈ જ મહત્વ ના નથી ...મારી ભાષા ગમે તે હતી  પણ એમની ઈચ્છા જે શીખવાની હતી  ...તે તો તેઓ  શીખ્યા જ  ...અને મને વધારા નું ઈ બાળકો એ આકાશ દર્શન કરાવ્યું,,,,,ત્યાં નું સ્થાનિક નૃત્ય શીખવ્યું।....મારા મન ને આત્મ વિશ્વાસ  અને સફળતા ની લાગણી થી ભરી દીધું।..........માત્ર  એક દિવસ ની ઓળખાણ માટે  છોકરી પોતાના ઘરે થી "નાગલી નો રોટલો ને ચટણી " અમને ચખાડવા લઇ આવી।......"ફરી તું આવવા ની કે???????"એવા પ્રશ્ન થી જ ફરી ત્યાં જવા મજબુર કરી .......

But main thing is ..I got all  success just because of my Method  "education through drama" 
Its a universal method each and every student love to learn from this method.....because it allow  student ...to express their thoughts, ideas,  observations, experiences and many more... .... .
it make student and teacher more comfortable and closer ......student can feel their own importance ....they got confident that we know something....and its really worth.......you can see happiness and confidence on children's faces....


 Such a child friendly  method  and its proved again in 'Vaavar'
















Posted by Picasa